ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વિશ્વ પર્યાવરણ દિવસ-2026 નિમિત્તે ડીસીએમ શ્રીરામ લિમિટેડ (Unit: Shriram Alkali & Chemicals), ઝઘડિયા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રતિનિધિઓ એલ. વી. બ્રહ્મભટ્ટ (SO), ભાવેશ ગોસાઈ (AEE) અને પલક પાંડે (APE), તેમજ સાઇટના વરિષ્ઠ અધિકારીઓ સીઓઓ બી. એમ. પટેલ, યુનિટ હેડ ડૉ. આર. પી. એસ. ચૌહાણ, એચઆર હેડ જયંતિ પરમાર અને એન્વાયરમેન્ટ હેડ સંદીપન માંદ્રેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન સામેના સામૂહિક પ્રયાસો અને ટકાઉ વિકાસના મહત્વ અંગે પોતાના પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા. કાર્યક્રમમાં યુવા કર્મચારીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ આધારિત સ્કિટ પ્લે રજૂ કરવામાં આવી, જેણે ઉપસ્થિત સૌને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો અસરકારક સંદેશ આપ્યો.
ત્યારબાદ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ વર્કફોર્સ અને અધિકારીઓની સક્રિય ભાગીદારી સાથે પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમના અંતર્ગત સાઇટ ખાતે વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓ વાવી હરિયાળા ભવિષ્ય માટે સંકલ્પ લેવામાં આવ્યો.

આ સમગ્ર ઉજવણી દ્વારા ડીસીએમ શ્રીરામ લિમિટેડે “પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ” પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં કર્મચારીઓ અને સમાજમાં હરિત જીવનશૈલી અપનાવવાનો સંદેશ પ્રસરાવ્યો હતો.











