બદલી: જીપીસીબીમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1 સહિતના વિવિધ હોદ્દા પરના અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1થી લઇને મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2 સુધીના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફરજ બજાવતા અધિકારીઓની વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં તથા સ્વ-વિનંતી અનુસાર બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં જીપીસીબીના સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1ના 10, વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-2ના 60, નાયબ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ના 34, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ના 67 અને સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-3ના 22 અધિકારીઓનો સમાવેશ થાય છે.

 બોર્ડ દ્વારા રાજ્યમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓની તત્કાલિક અસરથી બદલીના હુકમો કરાતાં ખળભળાટ મચી ગયો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news