અમદાવાદ અને સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા
રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં વરસાદનું આગમન થયું હતું. અહીં સાબરમતી, શાહીબાગ, રાણીપ, વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. હેલમેટ સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ ભરાતા આખરે ફરી એકવાર મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી છે. અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.અમદાવાદના તલાવડી, એરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં એટલું પાણી છે કે વાહન ચાલક સહિત રાહદારી પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાં છે. સુરતમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમા પાણી ભરાયા હતા. સણીયા-અહેમદ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પુણા કુંભારીયા સારોલી જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા હતા. અમદાવાદમાં નારોલ,નરોડા, ચાંદખેડા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સુરતના સણીયા અહેમદ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.અમદાવાદમાં મણીનગરમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને જર્જરિત ઇમારતમાંથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિના સમાચાર નથી.
સુરતના સણીયા અહેમદ વિસ્તારમાં ઢીંચણથી કેડ સમા પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. સણીયા અહેમદ ગામ બેટમાં ફેરવાયું હતું. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી જળબંબાકાર થયું હતું.વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી છે. થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. કોર્પોરેટરો રસ્તા નાગરિકોની હાલાકી સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં તલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાવાથી વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. સુભાષબ્રિજ, રાણીપ, ચાંદખેડામાં પણ પાણી ભાયા છે. અમદાવાદના મધ્ય અને પશ્ચિમ ઝોનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.