વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.

આ કાર્યક્રમની રૂપરેખા પર નજર કરીએ તો સવારે 10.30 કલાકે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તા દ્વારા સ્વાગત પ્રવચન યોજાશે. ત્યાર બાદ ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઑફ ધી ફોરેસ્ટ ફોર્સ ડૉ. દિનેશ કુમાર શર્મા દ્વારા ઉજવણીના આયોજનનું પ્રેઝન્ટેશન અપાશે. ત્યાર બાદ રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના ઉદબોધન બાદ વન મંત્રી ગણપતસિંહ વસાવા સુરતથી જોડાઇ ઉદબોધન કરશે.

ઉદબોધન બાદ મહાનુભાવોના હસ્તે પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત (પીઈઆરજી)નો શુભારંભ કરવામાં આવશે. પીઈઆરજીના શુભારંભ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાર્યક્રમને સંબોધિત કરશે. અંતમાં મમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તુલસી રોપણ સાથે 11 કલાકે કાર્યક્રમનું સમાપન થશે. જીપીસીબીના ચેરમેન સંજીવ કુમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવશે.