ધરતી પરના ઓક્સિજન આપતા વૃક્ષોની અછત સર્જાઈ જશે તો……?

વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસની નવા સ્વરૂપે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. વિશ્વના વિજ્ઞાનીઓ, નિષ્ણાતો તથા WHO સતત ચેતવણી આપતા રહ્યા છે કે કોરોના વાયરસની ત્રીજી વધુ નુકસાન કરશે કારણ કે ત્રીજી લહેર ફેલાવાની ઝડપ વધુ હશે. ભારત સરકારે ત્રીજી લહેર ત્રાટકવાની  ચેતવણી બાદ તેનો સામનો કરવા સ્વાસ્થ્યક્ષેત્રે દેશભરમાં વિવિધ રીતે વ્યવસ્થા કરી છે. છતાં ભારતમાં શરૂઆતમાં ૪૦ જેટલા કોરોના ના નવા રૂપના કેસો સામે આવ્યા  બાદ સરકારે આમ પ્રજાને માસ્ક, ડિસ્ટન્સ,જે તે કાર્યક્રમોમાં મર્યાદિત સંખ્યા,ભીડ ન થાય તેવી વિવિધ બાબતે ચેતવણી આપવા સાથે સાવચેત રહેવા પણ કહ્યું હતું.અને દિશા નિર્દેશ આપ્યા હતા. જોકે રાજકીય લાભ લેવા માટે યુપીની સરકારે કોર્ટના નિર્દેશ છતાં કાવડ યાત્રાની મંજૂરી આપી છે એ નોંધનીય બાબત છે.

કોરોનાની બીજી લહેર માં ઓક્સિજનની અછત સર્જાઈ હતી જેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા. આ બધું છતા ઓક્સિજન આપતા વૃક્ષોનું નિકંદન કાઢવાનું અટક્યું નથી. જેમાં માત્ર માનવ જાતજ નહી પણ ભારત સહિત વિશ્વના દેશોની સરકારો પણ જવાબદાર છે…..! અને જે તે દેશોની સરકારો પણ જવાબદાર છે. જે તે દેશો વિકાસની આંધળી દોડમાં વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. વિશ્વભરમા દર વર્ષે ૧૫ કરોડ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે. તો ભારતમાં તાજેતરમાં બહાર આવેલ વિગતો અનુસાર દર ચાર મીનિટે એક વૃક્ષનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે..! ત્યારે સવાલ એ છે કે જો વૃક્ષોજ નહીં રહે તો માનવ જીવન સહિતના જીવોના જીવ કંઈ રીતે બચી શકશે…..?

તાજેતરમાં સાઈપ્રસની નિકોસિયા યુનિવર્સિટીના એક સંશોધનમાં જણાવેલ છે કે કોરોના જેવા સેંકડો વાયરસ વૃક્ષોના પરાગ કણથી ફેલાઈ  શકે છે. આ સંશોધકોએ કૌમ્પ્યુટર પર વિરોધના વૃક્ષનું મોડેલ તૈયાર કરી કહ્યું કે આ વૃક્ષો મોટા પ્રમાણમાં પરાગકણો છોડે છે આને આધાર બનાવી પરાગકણથી કોરોના કેવી રીતે ફેલાય છે તે સમજાવ્યું હતું. તે સાથે ચેતવણી આપવામાં આવેલ કે કોરોના રોકવા છે બુકનું ડિસ્ટન્સ પુરતું નથી તે સાથે જણાવ્યું તે એક વૃક્ષ એક દિવસમાં પ્રતિ ક્યુબિક ફૂટના હિસાબે ૪૦ કરતાં વધુ પરાગ કણ હવામાં છોડે છે. તેમજ પ્રત્યેક કણમાં હજારોની સંખ્યામાં વાયરસ પાર્ટિકલ હોય છે. જો કે વિશ્વના દેશો એ વાતને માને છે એમેઝોન જંગલ ઓક્સિજનની વિશાળ ફેક્ટરી છે જે પૃથ્વીના વર્ષાવનનો ૫૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. મતલબ વૃક્ષો ઓક્સીજન આપે છે તો દરિયામાંની સેવાળ વનસ્પતિઓ પણ ઓક્સિજનનો મોટો સ્તોત્ર છે. એક અંદાજ અનુસાર પૃથ્વીના વાયુ મંડળમાં જે હવા છે તેમાં  ૭૮ ટકા નાઈટ્રોજન, ૨૧ ટકા ઓક્સિજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોક્સાઇડ અને ૦.૯૭ ટકામાં બીજા અન્ય વાયુ રહેલા છે. જ્યારે કે ૭૦ થી ૮૦ ટકા ઓક્સિજન શેવાળ પ્રકારની સમુદ્રી વનસ્પતિઓ આપે છે  જે જમીનની વનસ્પતિઓ કરતા વધુ ઓક્સિજન આપે છે. જ્યારે કે પુખ્ત વ્યક્તિને પ્રતિદિન ૧૧,૦૦૦ લિટર હવાની જરૂર પડે છે, અને આ હવામા ૨૦% ઓક્સિજન હોય છે, જેમાંથી ૫ ટકા જેટલો ઓક્સિજન શરીર ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસમાં છોડે છે, જેના હિસાબે  માણસ દરરોજનો ૫૫૦ લિટર ઓક્સિજન લે છે.

બીજી તરફ વિશ્વમાં દર વર્ષે  ૧૩ લાખ ચોરસ મીટર જંગલો કપાતા જાય છે. તો ભવિષ્યમાં કેવી સ્થિતી પેદા થશે તે બાબત માનવ જાતને વિચારવાનો સમય પાકી ગયો છે….. હવે માનવજાતે સ્વાસ્થ્ય જાળવવા પોતાના જન્મદિવસે એક એક વૃક્ષ વાવેતર કરી તેની જાળવણી કરવી પડે તે જરૂરી છે, તે સાથે દરેક માનવી મરણ પાછળ ઉપયોગ થતા લાકડાનુ ઋણ ચૂકવી શકશે… ઉપરાંત દરેક દેશમાં વૃક્ષો બચાવવા લોકોએ બહાર નીકળવું પડશે….!! નહીં તો…. ઓક્સિજનની અછત…..કે નહી મળે તો……?!