યુવાનોમાં ઈન્સ્યોરન્સનું મહત્વ અને જાગૃતત્તા લાવવાના હેતુસર વિ- હેલ્પ ફાઉન્ડેશન ઘ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

અમદાવાદ : હાલની કોવિડ ની પરિસ્થિતિ કે જેમાં મૃત્યુદર અચાનક વધી રહ્યો છે અને જેમાં ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિના જવાથી ઘરની આર્થિક સ્થિતિ ભાંગી પડે છે.  આવા સમયમાં જો મુખ્ય કમાનાર વ્યક્તિ એ ટર્મ પ્લાન લીધો હોય તો પરિવારની આર્થિક સધ્ધરતા જળવાઈ રહે છે. અને એટલેજ અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા DEDE બિઝનેસ સોલ્યુશન્સ સાથે મળી સમાજના લોકો ને આજની પરિસ્થિતિના વિકલ્પ રૂપે ટર્મ ઇન્સ્યોરન્સની અનિવાર્યતા વિષય પર એક જાગૃતિ અને સમજણ વધારતા વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં જાણીતા એડવાઈઝર કૃણાલ પટેલ દ્વારા ટર્મ પ્લાન ના દરેક પાસાઓ ની વિગતવાર વિસ્તૃત સમજણ આપવામા આવી અને વેબીનારમાં હાજર સભ્યોના સવાલો અને સમસ્યાઓનું સરળ ભાષામાં સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વેબિનારનો મુખ્ય આશય  યુવાનોમાં ઈન્સ્યોરન્સનું મહત્વ અને જાગૃતત્તા લાવવાનો હતો.વિ-હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો ઉપરાંત જાગૃત સમાજના બોહળા વર્ગે આ વેબીનાર નો લાભ પ્રાપ્ત કર્યો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *