કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝના ર્નિણયને સ્વાસ્થ્ય અધિકારીઓનો ટેકો

ચીનમાં સોમવારે નવા ૪૯ કોરોના કેસીસ નોંધાયા હતાં કે જે એક દિવસ અગાઉ ૬૬ કેસ નોંધાયા હતાં, તેમ ચીનના નેશનલ હેલ્થ કમિશનના ડેટામાં જણાવાયું હતું. ડેટા અનુસાર નવા સંક્રમણમાં ૨૮ કેસીસ લોકલ ટ્રાન્સમિટેડ હતાં. આ તમામ કેસીસ ફ્યુજીયાનના સધર્ન પ્રાંતમાં નોંધાયા હતાં. એક દિવસ અગાઉ ૪૩ લોકલ કેસીસ નોંધાયા હતાં.

અમેરિકામાં યુએસ એફડીએની પેનલ દ્વારા કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝને દેશના ૬૫ વર્ષ કે તેથી વધારે વયના લોકોને અને હાઇ રિસ્ક ધરાવતાં લોકો પૂરતો સીમિત રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે તેને અમેરિકાના હેલ્થ ઓફિશિયલ્સ તરફથી ટેકો સાંપડી રહ્યો છે, જો કે કેટલાક નિષ્ણાતો આશા રાખે છે કે આગળ ઉપર બૂસ્ટર ડોઝનો વધારે વ્યાપક ઉપયોગ થઇ શકે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સે જણાવ્યું હતું કે બૂસ્ટર ડોઝનો અમલ કરવાના મોરચે એફડીએ પેનલ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલી માર્ગરેખા અમેરિકન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા આયોજન અનુસારની જ છે,

જો કે ઔઆઇડેન્ટિકલ નથી. તેમણે જણાવ્યું હતું કે આપણે ઓગસ્ટની મધ્યમાં જ્યાં હતાં અને ગયા શુક્રવારે એફડીએ એડવાઇઝરી કમિટીએ જે કહ્યું તેના વચ્ચે ઘણો ઓછો તફાવત છે. નોંધનીય છે કે અમેરિકન વહીવટીતંત્રે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે બૂસ્ટર શોટને રોલઆઉટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે કે જેને ૨૦ સપ્ટેમ્બરથી શરૃ કરવામાં આવશે. જો કે સાથે એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે આ યોજના પોતે જ એફડીએની ભલામણો માટે પડતર હતી. જે લોકો આ બૂસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવતાં હશે તેમણે બીજો ડોઝ છ અથવા આઠ મહિના અગાઉ લીધેલો હોવો જોઈશે. સિંગાપોરમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકી રહ્યો છે અને સામે આવેલા ૧૦૧૨ નવા કેસીસમાં બે નર્સરી અને પ્રી-સ્કૂલ વિદ્યાર્થીઓ તથા કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાંના ૯૦ લોકો વિદેશી કર્મચારીઓ માટે બનાવવામાં આવેલી ડોરમેટરીમાં રહેશે. સિંગાપોરના નાણાપ્રધાને જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગ આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યા પર કડક નજર રાખી રહ્યું છે જેથી સુનિિૃત કરી શકાય કે સિંગાપોરની સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળે નહીં.