કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ અને કોવેકિસનના મિકસ ડોઝના ટ્રાયલને મંજુરી આપી

બે વર્ષથી કોરોનાએ સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવ્યો છે તે હજુ શાંત પડવાનું નામ લેતો નથી એવામાં તેની વિરૂધ્ધ રોજે રોજ નવી નવી વેકસીન આવી રહી છે પણ એ પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે બે અલગ અલગ વેકસીનના ડોઝને ભેળવીને ટ્રાયલ કરવા વિચાર થઇ રહ્યો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની કોવિડ-૧૯ પર બનેલી નિષ્ણાંતોની કમિટિએ કોવિશીલ્ડ અને કોવેકસીનને ભેળવીને તેના ટ્રાયલની ભલામણ કરી છે.

કોરોના વેકિસનેશનમાં મિશ્રિત ડોઝને સામેલ કરવા માટે સરકારે વૈજ્ઞાનિક અભ્યાસની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે ટૂંક સમયમાં જ એક જ વ્યકિતને ૨ અલગ-અલગ વેકિસનના ડોઝ મળી શકશે. અત્યાર સુધીમાં સામે આવેલા અન્ય મેડિકલ અભ્યાસમાં ખૂબ સકારાત્મક પરિણામ જાેવા મળ્યા હોવાનું જણાયું છે.

એસઈસીની બેઠકમાં કોવિશીલ્ડ અને કોવેકિસન, તે સિવાય નાકથી અપાતી ભારત બાયોટેકની વેકિસન અને સીરિન્જથી અપાતી કોવેકિસનના મિશ્રિત ડોઝ પર અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભારતીય હોસ્પિટલ્સમાં આ અભ્યાસ શરૂ થશે.

સમિતિના એક વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં અનેક દેશોમાં એક જ વ્યકિતને ૨ અલગ-અલગ વેકિસન આપવામાં આવી રહી છે. ભારતમાં થોડા સમય પહેલા ઉત્ત્‌|ર પ્રદેશમાં એવી ઘટના સામે આવી હતી જેને બેદરકારી માનવામાં આવેલી કારણ કે, હજુ આપણે વેકિસનેશન કાર્યક્રમમાં મિશ્રિત ડોઝ સામેલ ન કરેલ.

હાલ અભ્યાસમાં સારા પરિણામો મળે ત્યારબાદ જ તેને વેકિસનેશનમાં સામેલ કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયાને હજુ ૩થી ૪ મહિનાનો સમય લાગી શકે છે. સમિતિના સભ્યએ કહ્યું હતું કે કોવિશીલ્ડ અને કોવેકસીનના મિશ્રીત ડોઝ આપવાની કોઇ પ્રતિકૂળ અસર સામે નથી આવી. યુપીની ઘટનામાં પણ એવો કોઇ કેસ બાદમાં ન્હોતો મળ્યો તેથી સંભાવના છે કે વૈજ્ઞાનિક અભ્યાસમાં કોરોના વાયરસ અને એડિનો વાયરસથી બનેલી બે અલગ-અલગ વેકસીન એક શરીરમાં જઇને સમાન અસર બતાડશે. વેલ્લોર સ્થિત મેડીકલ કોલેજે મિશ્રીત ડોઝ પર અભ્યાસની પરવાનગી માંગી છે.