વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરાના પ્રાદેશિક નિયામક પ્રસૂન ગાર્ગવનો વિશેષ સંદેશ

Spread the love

આજે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે “ઇકોસિસ્ટમઃ રિસ્ટોરેશન”. આ તકે પર્યાવરણ ટુડે દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ  નિયંત્રણ બોર્ડ વડોદરા સર્કલના પ્રાદેશિક નિયામક પ્રસૂન ગાર્ગવ સાથે વિશેષ મુલાકાત કરી. આ તકે તેમણે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં પોતાનો વિશેષ સંદેશ પાઠવ્યો હતો.

પ્રસૂન ગાર્ગવે કેન્દ્રીય પ્રદૂષણ  નિયંત્રણ બોર્ડ વડોદરા સર્કલ તરફથી સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા જણાવતા કહ્યું કે જે રીતે આપણે સૌને જાણ છે કે યૂનાઇટેડ નેશન્સે વર્ષ 2021થી 2030 સુધી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન દશકના રૂપમાં ઉજવણી કરવાની જાહેરાત કરી છે. તો આપણા માટે તે જરૂરી છે કે આપણે સૌ વ્યક્તિના રૂપમાં, સંસ્થાના રૂપમાં ઔદ્યોગિક સ્તરે શક્ય તમામ પ્રયાસ કરીએ, જેથી પર્યાવરણના સંરક્ષણમાં સહાયરૂપ થઇ શકાય અ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનમાં આપણો શક્ય તેટલો ફાળો આપીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *