વલસાડ, રાજકોટમાં વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું

અમદાવાદમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં પણ મંગળવારે સારો વરસાદ થશેસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જોકે હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને બુધવારે સૌરાષ્ટ્રના રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.