પીએમ મોદીએ કરી ‘મન કી બાત’ : નદીને ‘મા’ કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

Spread the love

પીએમ મોદીએ આજે મન કી બાત થકી દેશને સંબોધિત કર્યો હતો.મન કી બાતનો આ ૮૧મો એપિસોડ હતો. તેમણે આર્થિક સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે, આર્થિક સ્વચ્છતામાં ટેકનોલોજી મદદ કરી શકે છે.આજે ગામડાઓમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે આનંદની વાત છે.એક મહિનામાં ૩૫૫ કરોડ આવા ટ્રાન્ઝેક્શન થયા છે.દેશમાં ૬ લાખ કરોડ રુપિયાનુ પેમેન્ટ ડિજિટલી થાય છે.જે ઈકોનોમીમાં સ્વચ્છતા લાવવામાં મદદ કરી રહ્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હવે ખાદી અને હેન્ડલૂમનુ ઉત્પાદન અને વેચાણ વધી રહ્યુ છે તે પણ આનંદની વાત છે.દેશના લોકોને અપીલ છે કે, ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ખરીદીનો નવો રેકોર્ડ બનાવો અને સાથે સાથે દિવાળીના તહેવારમાં પણ ખાદી તેમજ હેન્ડલૂમના વસ્ત્રો પહેરીને વોકલ ફોર લોકલ અભિયાનને મજંબૂત બનાવો. પીએમ મોદીએ આજે વર્લ્‌ડ રિવર ડે નિમિત્તે પોતાના કાર્યક્રમમાં નદીઓના મહત્વ અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, નદી આપણા માટે જીવંત એકમ છે અને તેટલો તો આપણે નદીઓને માતા કહીએ છે.આપણા મોટાભાગના તહેવારો નદીની ગોદમાં જ થતા હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, વરસાદની સીઝન બાદ બિહાર અને પૂર્વમાં છઠ્ઠ પર્વ મનાવાય છે અને મને આશા છે કે, નદીઓના કિનારા પર ઘાટો પર તેના માટે સફાઈ શરુ થઈ ગઈ હશે.આપણે જ્યારે નદીઓના મહત્વની વાત કરી રહ્યા છે ત્યારે એક સવાલ થવો સ્વાભાવિક છે કે, નદીઓ પ્રદુષિત કેમ થઈ રહી છે.જાેકે મારે કહેવુ છે કે, સરકારે નમામી ગંગે અભિયાન એટલા માટે જ શરુ કર્યુ છે.ગુજરાતમાં અમે સાબરમતી અને નર્મદા નદીને જાેડી દીધી તો જ્યારે પણ અમદાવાદ જશો તો સાબરમતી નદી આજે વહેતી દેખાશે. તેમણે કહ્યુ હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરુપે આપણે એ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ ચર્ચામાં લાવવાના છે જેમના અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. સાથે સાથે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે સ્વચ્છતા થકી ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપવાની જરુર છે.તેમણે સ્વચ્છતાને સ્વાધીનતા સાથે જાેડીને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.આ પ્રકારનુ આંદોલન પેઢી દર પેઢી ચાલુ રહેવુ જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *