અમેરિકામાં ફાઇઝરને મળી મંજૂરી, હવે બાળકોને પણ લાગાવાશે વેક્સિન

અમેરિકામાં હવે કોરોના વેક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વેક્સિન ૧૨ વર્ષ સુધીના બાળકોને પણ લગાવવામાં આવશે. આ બાબતે અમેરિકન નિયયમનકારોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું વેક્સિનેશન શરૂ થયા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ હવે ફરીથી સ્કૂલ જઇ શકશે. સામાન્ય સ્થિતિમાં આવવા માટે તમામ ઉંમરના લોકનું વેક્સિનેશન જરૂરી છે. દુનિયાભરમાં લગાવવામાં આવી રહેલી મોટાભાગની કોવિડ-૧૯ રસી પુખ્ત લોકો માટે જ માન્ય છે.

ફાઇઝરની વેક્સિનનો ઉપયોગ અનેક દેશોમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે કરવામાં આવી રહ્યો છે અને કેનેડા હાલમાં જ ૧૨ અને તેનાથી વધારેની ઉંમરના બાળકોને વેક્સિનેટ કરનારો પહેલો દેશ બની ગયો છે. ૨,૦૦૦થી વધારે અમેરિકન વૉલિયન્ટર્સ પર કરવામાં આવેલા ટ્રાયલના આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, ફાઇઝર વેક્સિન સુરક્ષિત છે અને ૧૨થી ૧૫ વર્ષના કિશોરોને મજબૂત સુરક્ષા આપે છે.

ફાઇઝર અને તેના જર્મન પાર્ટનર બાયોએનટેકે હાલમાં જ યૂરોપીય સંઘમાં બાળકોના વેક્સિનેશનની પરવાનગી માંગી છે. જો કે ઁકૈડીિ એકમાત્ર કંપની નથી જે પોતાની રસી માટે ઉંમર મર્યાદા ઓછી કરવા ઇચ્છે છે. મૉડર્નાએ હાલમાં જ ૧૨થી ૧૭ વર્ષના બાળકો પર સ્ટડી કરી અને તેમાં જોવા મળ્યું કે તેમની વેક્સિનની બાળકો પર આડઅસર નથી. એક અન્ય અમેરિકન કંપની નોવાવેક્સની કોવિડ-૧૯ વેક્સિન છે, જે અંતિમ તબક્કામાં છે અને તેણે પણ ૧૨થી ૧૭ વર્ષના બાળકો પર સ્ટડી શરૂ કરી દીધી છે.

ત્યારબાદ ફાઇઝર અને મૉડર્ના બંનેએ ૬ મહિનાથી ૧૧ વર્ષ સુધીના બાળકોના વેક્સિનેશન પર સ્ટડી શરૂ કરી. જે અંતર્ગહત એ જાણવાનો પ્રયત્ન થશે કે શું આ ઉંમરના બાળકોના ડોઝમાં કોઈ ઘટાડો હશે અથવા કિશોરો અને પુખ્તની માફક ડોઝ આપવામાં આવશે.