સૌરાષ્ટ્રમાં ચોમાસામાં ૩૬ ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

Spread the love

સૌરાષ્ટ્ર ના ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ૧૬ આની વરસાદ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દર વર્ષે વાવણી ભીમ અગિયારસ થી શરૂ થતી હોય છે. જો અષાઢી બીજના વરસાદ આવે તો એક મહિનો વરસાદ મોડો આવશે તેવું લોકો માનતા હોય છે. આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૧૫ જૂનના બે દિવસ પહેલા એટલે કે ૧૩ જૂન થી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે.

હિન્દ મહાસાગર તરફથી જે પવન ફૂંકાઈ રહ્યો છે તે ભેજ સાથેનો હોવાથી સૌરાષ્ટ્ર માં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર અપરએર સક્ર્યુલેશન સર્જાય તો વરસાદ ૧૬ આની રહેવાની શક્યતાઓ છે. જેમાં જૂન માસમાં ૪ થી ૫ અને સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન ૩૬ ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

દર વર્ષે ચોમાસાની પેટર્ન અલગ અલગ હોય છે અને સામે અલ-નીનો અને લા-નીનોની અસર પણ જોવા મળે છે. ત્યારે જો અલનીનોની અસર વર્તાય તો જે વાદળો બનતા હોય તે બંધાઈ શકે નહીં અને વરસાદ મોડો વર્ષે પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી પવન વધુ તીવ્ર બનતા વાદળો ઘેરાઈ રહ્યા છે અને બંધાય પણ રહ્યા છે.

ગત વર્ષે રાજકોટમાં ૧૨૨૨ મી.મી વરસાદ એટલે કે ૪૯ ઇંચ જેટલો નોંધાયો હતો. ત્યારે આ વર્ષે જે સિસ્ટમ સક્રિય બની છે તેને જોતાં ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટમાં વર્ષ ૨૦૧૦માં સર્વાધિક વરસાદ ૬૦.૫ ઇંચ જેટલો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *