રાજકોટની ૮ હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની આઠ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજાેગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ મુજબ કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ તમામ ફાયર સ્ટેશન ઓફિસર તથા તમામ ફાયર શાખાના સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.