૧૨૧ વર્ષ પછી આ વર્ષે મે મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો

હવામાન વિભાગે પોતાનો માસિક રિપોર્ટ જાહેર કર્યો

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે પોતાનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે મે મહિનો સૌથી વધારે વરસાદ મામલામાં ૧૨૧ વર્ષમાં બીજા નંબર પર રહ્યું છે. ૨ વાવાઝોડાના કારણે આ થયું છે.

આઇએમડીએ એ પણ કહ્યું હતું કે, ભારતમાં ઘણી વાર મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષ ૧૯૦૧ પછી ચોથું સૌથી ઓછું તાપમાન હતું. તે વર્ષ ૧૯૭૭ પછી સૌથી ઓછું છે, જે મહત્તમ તાપમાન ૩૩.૮૪ ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

આઇએમડીએ કહ્યું હતું કે, ભારતના કોઈ પણ ભાગમાં મે મહિનામાં લૂ નહતી લાગી. દેશમાં મે ૨૦૨૧માં ૧૦૭.૯ મિમી વરસાદ થયો છે, જે સરેરાશ ૬૨ મિમીથી વધારે છે. આ પહેલા વર્ષ ૧૯૯૦માં મહત્તમ વરસાદ ૧૧૦.૭ મિમી થઈ હતી. મે મહિનામાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું આવ્યું હતું. અરબ સાગરમાં તાઉતે વાવાઝોડું આવ્યું તો બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું આવ્યું હતું.