Rasam Pradushit Kachro

રાશમ ગામની સીમમાં જોખમી કચરાના નિકાલ કેસને તપાસ એલસીબીને સોંપાઇ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ ગત 19 જુલાઇનાના રોજ સામે આવ્યો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ તપાસ હવે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.  

અમદાવાદ ગ્રામ્ય જીપીસીબીના અધિકારી ડૉ. પ્રદીપ એસ. દવેને ગત તારીખ 19 જુલાઇના રોજ રાશમ ગામની સીમમાં આવેલી બાસીદ અલી ઇંટોના ભઠ્ઠાની જગ્યા પરથી અંદાજે 70 જેટલા 200 લિટર કેપેસિટીની ડ્રમ્સમાં અને જમીન પર ઢોળાયેલી સ્થિતિમાં કાર્બનીક જોખમી કચરો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, સોલિડ જોખમી કચરો 1 ટનની કેપેસિટીની 15 જેટલી થેલીઓમાં પણ જોવા મળ્યો હતો. આ અંગે લિક્વિડ સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અને ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને જામીન મળી ગયા છે. ત્યાકે આ કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપાતા હવે એલસીબી કેવી રીતે તપાસનો દોર આગળ લઇ જશે તે હવે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે આ અગાઇ વટવા જીઆઇડીસીમાં પણ એસેડિક વોટરને ગેરકાયદાસર ગટરમાં ઠાલવી દેવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, તો ગાંધીનગર જિલ્લાના છત્રાલમાંથી પણ આ રીતે કૃત્ય કરાયું હોવાની ઘટના સામે આવી હતી.