ગાંધીનગરના વિવેકાનંદનગર વસાહતમાં ગટર ઉભરાતા પાણી ચારેકોર અનેક વાર રજૂઆત થતાં તંત્ર મૌન

પાટનગર ગાંધીનગરમાં આવેલ સેક્ટર-૨૫ જીઆઈડીસીની અંદર બનાવેલ વિવેકાનંદનગર જે  ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે જે પાંચ વર્ષ કરતા વધારે સમયથી ૮૦૦ પરિવાર અહિંયા વસવાટ કરે છે. ત્યારે વસાહતની આસપાસ દુર્ગધ સાથેની ગંદકી જોવા મળી રહી છે. વસાહતિઓ દ્વારા ગંદકી દુર કરવા અનેક રજૂઆતો કરાઇ હતી, પરંતુ તેમની રજૂઆતો સંભળાતી નથી. વસાહતિઓએ કહ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ગટરની ડ્રેનેજ લાઇન ઉભરાતા ગટરના પાણી વસાહતની આસપાસ ફરી વળે છે. વારંવાર ગટરની સફાઇ કરવા મૌખિક રજૂઆતો કરી છે.

સેક્ટર ૨૫ જીઆઇડીસીમા વિવેકાનંદનગર વસાહત બનાવાઇ છે. પરંતુ ત્યાં રહેતા સ્થાનિકોની હાલત ગટરના કીડા કરતા પણ બદતર થઇ રહી છે. વસાહતની આસપાસમા વ્યાપક પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. અનેક રજૂઆત છતા વસાહતમા રહેતા ગરીબો પ્રત્યે ઓરમાયુ વર્તન રખાઈ રહ્યુ છે. સેક્ટર ૨૫ જીઆઇડીસીમા ૫ નંબરના રોડ પાસે સરકાર દ્વારા ઝુંપડપટ્ટીમા રહેતા લોકોને મકાન અપાયા છે.