આવતા મહિને બાળકો માટે કોરોના વેક્સિન આવે તેવા સ્વાસ્થ્ય મંત્રીના સંકેત

ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, આ મોટા સમાચાર મુજબ દેશમાં બાળકો માટે કોરોનાની વેક્સિન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર મુજબ સ્વાસ્થ્યમંત્રી મસુખ માંડવિયાએ ભાજપ સંસદીય બેઠકમાં આ જણાવ્યું છે. આ પહેલા આ વેક્સિન સપ્ટેમ્બરમાં આવવાના સમાચાર હતા. એઇમ્સના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ગત સપ્તાહે જ કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં બાળકોને વેક્સિન મળશે તેવી જાણકારી આપી હતી. પણ મનસુખ માંડવિયાના કહ્યા મુજબ બાળકો માટે ઝાયડસ કેડિલાની આ વેક્સિન ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે. 

અહીંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ કંપની ત્રીજી ભારતીય રસીને બજારમાં ઉતારશે. સૂત્રોના અનુસાર વિશેષજ્ઞ સમિતિ જલ્દી ઝાયડસ કેડિલા દ્વારા જમા રકવામાં  આવેલા ડેટાના આધાર પર અંતિમ મંજૂરી કેટલાક દિવસોમાં આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે સ્વદેશી રસી કોવૈક્સીન અને કોવિશીલ્ડ સહિત રશિયાની સ્પૂતનિક વી ને સીડીએલ કસૌલીએ માન્યતા આપી છે. સીડીએલ કસૌલીથી ભારતમાં ઉત્પાદ આયાત તથા નિર્યાત થનારી રસી ને મંજુરી મળી  મળ્યા બાદ બજારમાં ઉતારવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે દેશની વધુ એક સ્વદેશી રસી પરિક્ષણમાં ખરી ઉતરી છે. ખાસ વાત એ છે કે  ઝાયડસ ડી રસી ૧૨ વર્ષ અને તેનાથી  વધારે ઉંમરના બાળકો સહિત તમામ પર કારગત છે. ઝાયડસ કેડિલા કંપનીએ ક્લીનિકલ ટ્રાયલ બાદ ડ્ર્‌ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)થી રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. કંપનીના લાયસન્સ માટે આવેદન કર્યું છે. આ સાથે કેટલીક ઔપચારિક્તાઓ બાદ આ રસીને જલ્દી જ બજારમાં ઉતારવાની તૈયારી છે.