બેંગલુરુમાં ગેસ લીક થવાથી આગ : વૃદ્ધ મહિલા જીવતી સળગી ગઈ

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એપાર્ટમેન્ટનું નામ આશ્રિત એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું એ સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા પહોંચ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા પ્રમાણે સાંજે ૪.૪૧ વાગે આગની ઘટના અંગે જાણકારી મળી હતી. મહિતી મળતાંની સાથે જ ઘટનાસ્થળે પાણીના એક ટેન્કરને મોકલવામાં આવ્યાં હતાં. થોડીવાર બાદ માહિતી મળી હતી કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાર બાદ પાણીનાં વધુ ૨ ટેન્કર મોકલવામાં આવ્યાં.

એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટથી પણ લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. ફક્ત મહિલા તથા બે-ચાર લોકો જ આગમાં ઘેરાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે લોકોએ બચવું મુશ્કેલ ન હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, મહિલીનું મોત ઈજાને લીધે થયું . કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગવાની એક ડરામણી ઘટના સામે આવી છે.

મંગળવારે બપોરે આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલા સહિત ૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. ઈમારતના એક ભાગમાં ઉપરના બે માળમાં આગ લાગી છે. એક વૃદ્ધ મહિલા તેના ફ્લેટની બાલ્કનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ છે. તે રડતાં રડતાં પોતાને બચાવી લેવા માટે બહાર રહેલા લોકોને આજીજી કરી રહી હતી. લોકો તેને બહારથી જાેઈ રહ્યા હતા, પણ આગની જ્વાળા એટલી ભયાનક હતી કે કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યા ન હતા. બાલ્કની પણ લોખંડની ગ્રિલથી પેક હતી. આ કારણથી મહિલાને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું. છેવટે મહિલાનું સળગી જવાને લીધે મોત નીપજ્યું. ૪ ફ્લેટ આગને લીધે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.