દિવાળીના તહેવારમાં ફટાડકા પર પ્રતિબંધ લાગ્યો

દિલ્હીમાં દર વર્ષે શિયાળા દરમિયાન પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. દર વખતે દિલ્હી સરકાર દ્વારા તેને ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. આગામી શિયાળા પહેલા, કેજરીવાલ સરકારે ફરી એકવાર આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણી મોટી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કર્યું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ૧૪ સપ્ટેમ્બરે શિયાળુ કાર્ય યોજના સંબંધિત તમામ સંબંધિત વિભાગો સાથે સંયુક્ત બેઠક યોજી હતી.

આ બેઠકમાં તમામ વિભાગોને શિયાળુ એકશન પ્લાન તૈયાર કરવાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ બેઠકમાં MCD, NDMC, કેન્ટોનમેન્ટ બોર્ડ, DDA, CPWD, PWD તેમજ ટ્રાફિક પોલીસ, ટ્રાન્સપોર્ટ વિભાગ, પર્યાવરણ વિભાગ, વિકાસ વિભાગના ત્રણેય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષે પણ કેજરીવાલ સરકારે દિવાળીને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. કેજરીવાલે કહ્યું કે, ‘છેલ્લા ૩ વર્ષની જેમ દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક સ્થિતિને જાેતા, તમામ પ્રકારના ફટાકડાઓના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડા સ્ટોક કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષના અંતમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરવો.