વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : નરોડા એન્વાર્યોમેન્ટના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યા પોતાના મંતવ્યો

વર્ષ 1974માં પ્રથમવાર ઉજવણી બાદ દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી એક વિશેષ થીમ પર આધારિત હોય છે અ આ  વર્ષ માટેની થીમ છે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નરોડા એનવાર્યોમેન્ટ પ્રોજેક્ટના ચેરમેન શૈલેષ પટવારીએ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન વિશે વાત કરતા જણાવ્યું કે…  ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી વૃક્ષનું જતન અને પૂજન કરવામાં આવે છે અને વટ સાવિત્રીનું વ્રત તેનું ઉત્તમ ઉદાહરણ છે.

પર્યાવરણ દિવસની ઉજવણી એક જ દિવસ પૂરતી સિમિત ન રાખતા સમગ્ર વર્ષ દરમિયાન તેની ઉજવણી કરવી જોઇએ. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન માટે આપણામાંથી દરેક વૃક્ષોનું વાવેતર કરી જતન અને ઉછેર કરવો જોઇએ. આ ઉપરાંત આપણે જળ, જમીન અને વાયુ પ્રદૂષણને અટકાવવું જોઇએ, જેથી આવનારી વિનાશકારી આફતોથી બચી શકીએ. તેમ તેમણે વધુમાં જણાવી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ ટુડે સાથે ખાસ વાતચીત કરી હતી.. જુઓ વીડિયો..