અસમ અને ઉત્તર બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા

 

અસમમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકા મહેસૂસ થતા જ પશ્ચિમી અસમ અને ઉત્તરી બંગાળના લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે હજુ સુધી કોઈના મૃત્યુ જવાની અથવા ઈજાગ્રસ્ત થવાની જાણકારી નથી. સંપત્તિને નુકસાન થવાનો પણ રિપોર્ટ નથી. ઉત્તર-પૂર્વ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે, જેના કારણે અહીં વારંવાર ધરતી ધ્રૂજે છે.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ બપોરે ૧.૧૩ આવ્યો. આનુ કેન્દ્ર પશ્ચિમી અસમના કોકરાઝરમાં ૧૦ કિલોમીટરની ઉંડાઈ પર હતુ. ભૂકંપના આંચકા ઉત્તરી બંગાળમાં પણ અનુભવાયા.