હૈદરાબાદમાં ૪ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠી

હૈદરાબાદમાં સોમવારે સવારે ૫ વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.

આંધ્રપ્રદેશનાં દક્ષિણ હૈદરાબાદમાં પાંચ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર કોઈ જાન-માલનાં નુકસાન થયુ નથી. પૂર્વ સિક્કિમમાં રવિવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રે ૮.૩૯ વાગ્યે સિક્કિમનાં કેટલાક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. સિસ્કીમમાં ભૂકંપ વિશે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી. ભૂકંપનાં આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં પહોંચી ગયા હતા. સમાચાર અનુસાર ભૂકંપનાં કારણે કોઈપણ પ્રકારની જાન-માલની કોઈ માહિતી બહાર આવી નથી.