ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

Spread the love

મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રના જલના, બીડ, નાંદેડ, લાતુર, પરભણી, હિંગોલી, સતારા, પુના, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોએ ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉપરાંત, ભારે વરસાદને પગલે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ હતી. શહેરમાં ઉંબરમાળી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને અનેક શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારતીય હવમાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે મુંબઇમાં ભારે વરસાદની આગાહીને પગલે ‘ઓરેંજ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે શહેરના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારે વરસાદને કારણે ઉંબરમાળી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.

રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલવે સેવા સ્થગિત કરવાની ફરજ પડી હતી. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રેલવે ટ્રેક પર વચ્ચે પાણી ભરાવાના કારણે મધ્ય રેલ્વેના ખારડી અને ઇગતપુરી સ્ટેશનો વચ્ચેની રેલવે સેવા પણ સ્થગિત કરવામાં આવી હતી.

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે દસ કલાકમાં મુંબઇમાં ૬૮.૭૨૭૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ૫૮.૭૫ મીમી અને ૫૮.૨૪ મીમી વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *