બજાજ ફાઈનાન્સ લિમિટેડે 1લી ફેબ્રુઆરી, 2020થી FDના વ્યાજ દરોમાં વધારો કર્યો

પુણે, મહારાષ્ટ્રઃ બજાજ ફિન્સર્વની ધિરાણ અને રોકાણ પાંખ બજાજ ફાઈનાન્સ લિમિટેડ (બીએફએલ) દ્વારા fixed deposit (FD)ના દરો 36થી 60 મહિનાની મુદત માટે 40 બેસિસ પોઈન્ટ્સ સુધી વધારવામાં આવ્યા છે. બજાજ ફાઈનાન્સના આ સુધારિત વ્યાજ દરો રૂ. 5 કરોડથી ઓછી થાપણો પર 1લી ફેબ્રુઆરી, 2021થી અમલી બન્યા છે. આ સુધારિત વ્યાજ દરો નવી થાપણો અને પાકતી થાપણોના નવીનીકરણ પર લાગુ થશે.

બિન- વરિષ્ઠ નાગરિકો માટે એકત્રિત એફડી માટે જૂના અને નવા વ્યાજ દરોની તુલના નીચે મુજબ છેઃ

મુદત (મહિના)અગાઉના વ્યાજ દરોનવા વ્યાજ દરો (1લી ફેબ્રુ, 2021થી અમલ)
12-236.10%6.15%
24-356.30%6.60%
36-606.60%7.00%

ઉક્ત કોષ્ટક અનુસાર 12 મહિનાથી 23 મહિના વચ્ચેની એફડી માટે 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરાયો છે અને 24 મહિનાથી 36 મહિના વચ્ચેની એફડી માટે 30 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 36 અને 60 મહિના વચ્ચેની મુદત માટે 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.

નવી સુધારણા પછી 36 મહિનાથી 60 મહિના વચ્ચેની થાપણો બિન- વરિષ્ઠ નાગરિકો માટે ઓનલાઈન રોકાણો પર 0.10 ટકાના દર લાભ સાથે 7 ટકાનાં ઉચ્ચ વળતરો આપશે. આ જ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકો 0.25 ટકાનો ઉચ્ચ એફડી દરનો લાભ મેળવી શકશે, જે રોકાણના તેમના કોઈ પણ માધ્યમમાં 7.25 ટકાનાં ખાતરીદાયર વળતરો ઓફર કરશે.

બજાજ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા ઓફર કરાતા સુધારિત FD interest rates એફડી વ્યાજ દરો નીચે મુજબ છે.

બિન- વરિષ્ઠ નાગરિકો માટે બજાજ ફાઈનાન્સના એફડી દરો, 1લી ફેબ્રુઆરી, 2021થી અમલ

મુદત (મહિના)એકત્રિતબિન- એકત્રિત
માસિકત્રિમાસિકઅર્ધવાર્ષિકવાર્ષિક
12 – 236.15%5.98%6.01%6.06%6.15%
24 – 356.60%6.41%6.44%6.49%6.60%
36 – 607.00%6.79%6.82%6.88%7.00%

ગ્રાહકોની શ્રેણીને આધારે દરના લાભ (1લી ફેબ્રુ 2021થી અમલી):

+ વરિષ્ઠ નાગરિકો માટે 0.25%

+ બજાજ ફિન્સર્વની વેબસાઈટ અથવા એપ થકી એફડી બુક કરતા પ્રત્યક્ષ ગ્રાહકો માટે 0.10%

નોંધઃ Bajaj Finance online FDમાં રોકાણ કરતા વરિષ્ઠ નાગરિકોને હવે રોકાણનું માધ્યમ ગમે તે હોય તો પણ ફક્ત એક લાભ પ્રાપ્ત કરશે (0.25 ટકાનો દર લાભ).

બજાજ ફાઈનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે ઓનલાઈન રોકાણ કરો

બજાજ ફાઈનાન્સ રોકાણકારો તેમના ઘેરબેઠા આરામથી રોકાણ કરી શકે તે માટે પરિપૂર્ણ કાગળરહિત ઓનલાઈન પ્રક્રિયા સાથે ઘરેથી રોકાણ કરવાની સુવિધા પણ આપે છે. આ ઓનલાઈન એફડી પ્રક્રિયા સાથે એફડી જૂજ મિનિટમાં લઈ શકાશે અને રોકાણકારો આ આકર્ષક એફડી વ્યાજ દરોનો લાભ આસાનીથી મેળવી શકશે.

બજાજ ફાઈનાન્સ લિમિટેડ વિશે

બજાજ ફાઈનાન્સ લિમિટેડ દેશભરમાં 40 મિલિયનથી વધુ ગ્રાહકોને પહોંચી વળવા માટે ભારતીય બજારમાં સૌથી ડાઈવર્સિફાઈડ એનબીએફસીમાંથી એક બજાજ ફિન્સર્વ ગ્રુપની ધિરાણ કંપની છે. પુણેમાં વડામથક સાથે કંપનીની પ્રોડક્ટોમાં કન્ઝયુમર ડ્યુરેબલ લોન્સ, લાઈફસ્ટાઈલ ફાઈનાન્સ, લાઈફકેર ફાઈનાન્સ, ડિજિટલ પ્રોડક્ટ ફાઈનાન્સ, પર્સનલ લોન્સ, લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી, સ્મોલ બિઝનેસ લોન્સ, હોમ લોન્સ, ક્રેડિટ કાર્ડસ, ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલર લોન્સ, કમર્શિયલ લેન્ડિંગ/ એસએમઈ લોન્સ, લોન અગેઈન્સ્ટ સિક્યુરિટીઝ અને રુરલ ફાઈનાન્સ, જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ સાથે ગોલ્ડ લોન્સ અને વેહિકલ રિફાઈનાન્સિંગ લોન્સનો સમાવેશ થાય છે. બજાજ ફાઈનાન્સ લિમિટેડ આજે દેશમાં કોઈ પણ એનબીએફસી માટે FAAA/સ્ટેબલનું સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ ધરાવવા માટે ગૌરવ લે છે.