રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી

Spread the love

રાજકોટ એરપોર્ટ પર બુધવારે સવારના સમયે આગની ઘટના સામે આવી હતી. સવારના સમયે એરપોર્ટની અંદર આવેલી એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તેમજ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સીઆઇએસએફના જવાનોએ કાચ તોડી આગ બૂઝાવી દીધી હતી.આગ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. જાેકે સદનસીબે આગ લાગવાના પગલે કોઇ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

રાજકોટ એર ઇન્ડિયાના સ્ટેશન મેનેજર હરિઓમ શર્માએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે. સવારના સમયે લગભગ ૮ વાગ્યાના અરસામાં એરપોર્ટ પરથી ફોન આવ્યો હતો. જેમાં એરપોર્ટ પરની ઓફિસમાં આગ લાગી હોવાનું જણાવતા તેઓ તુરંત એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ એરપોર્ટ પર હાજર સીઆઇએસએફના જવાનો દ્વારા અગ્નિશામક સાધનનો ઉપયોગ કરી ઓફિસનો કાચ તોડી માત્ર ૧૦થી ૧૫ મિનીટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *